તારે મારી જોડે આવવું છે !!!

ત્યારે ગામડાનાં લોકો બહુ જ ભદ્રીક હતા. ધર્મ, વ્યવહાર, માટે તે લોકો સીધા અનેસાદા કહેવાતા હતા. તેમનામાં કોઈ પ્રકારની કૂડ-કપટ, માયા આદિ નહોતા. સાધુમહાત્માઓ માટે તેઓ સૌ સતત આદર સદ્ભાવ રાખતા. તેમની સેવા ચાકરીમાં પોતાનોસંપૂર્ણ સમય આપવા માટે તત્પર રહેતા હતા. આવા સમય માં જ્યારે સાધુ મહાત્માનોસંયોગ થતો તે એક સૌભાગ્યશાળી માનતા હતા. લોકો જાણે આજે સાક્ષાત પ્રભુ જમારે ઘરે આવ્યા હોય તેમ તેઓ માનતા હતા. તેના જ માટે લોકો ધંધા માટે પણ દુકાનહાટ બધું પ્રાયઃ બંધ જેવું જ રાખતા હતા.
આવા સમયમાં જો સદ્દગુરુ નો સંયોગ થઈ જાય તો જીવન એક અદભૂત પરાકાષ્ઠા એપહોંચતા વાર નથી લાગતી. શોધવાનું હોતું નથી પણ જે આપણી સમક્ષ હોય છે તેનેસ્વીકારવાનું હોય છે. તે જો હૈયાનાં સાચા ભાવ થી તમે સ્વીકાર કરો છો તો પછીતમારા જીવનની દરેક ક્ષણો અદભૂત આનંદમય બની જતી હોય છે. આવી જ એકઘટનાનું આજે અવલોકન કરવું છે. તે ગામડાની શેરીઓ જ્યાં ધૂળ થી ભરેલા સુંદરસ્વચ્છ રસ્તા, જ્યાં ચાલવામાં પણ શાંતીનો અહેસાસ થતો હોય છે. પંખીઓ નોકલરવ થતા જાણે કાંઈ અદભૂત તેનો નજારો જોવા મળતો હોય છે. તે શેરીમાં બધા જછોકરાઓ એકબીજાના ખભે હાથ રાખીને પૂરા દિવસને બચપણમાં આપવા માટેમશગૂલ હોય છે.
ત્યારનાં સમય માં કોન્વેટ સ્કૂલનો કોઈ ભાર નહોતો. જેથી તે બધાં જ પોતાના બચપણને બહુ જ સારી રીતે સમય આપતા. બધા જ છોકરા શાંતીથી હળીમળીને રહેતા હતા. આવા સમયમાં ક્યારેક પ્રભુ જેવા ઓલિયા પુરુષ સાધુ મહાત્માનાં દર્શન થતા અને તેદર્શન થકી સૌ કોઈ પોતાના જીવનને ધન્ય માનવા લાગતા. આવી જ ઘટનાનાં જોસાક્ષીકાર થવા મળે તો સૌને તે ક્ષણ પોતાના જીવનમાં એક સ્વપ્ન ની જેમ અંકાઈ જાયછે અને આવી ક્ષણો જો મળે તો તેવું જીવન અતિ સૌભાગ્યશાળી કહેવાય છે.
તે સાધુ મહાત્મા આજે અમારા ગામમાં આવવાનાં છે તેવા સમાચાર ચોરે ને ચૌટે થવાંલાગ્યા. અને સમાચાર જાણે પવન જેમ જેમ દિશા બદલે તેનાથી પણ વધારે જલ્દી થીજલ્દી સમાચાર ફેલાવા લાગ્યા, અને સૌ કોઈ પોત- પોતાના ઘરોમાં તે સાધુમહાત્માઓ ને ઉતારવા માટે અને તેમનાં પગલાં માટે, સામૈયાં માટે વિગેરે અનેકપ્રકારની તૈયારી કરવા લાગ્યા. જાણે આજનો સૂરજ આજે દિવાળીનો થયો હોય તેમસૌ એક ઉત્સવની તૈયારીમાં લાગી ગયા. સમગ્ર ગ્રામ પ્રજા પણ પોતાના ગામમાં એકમહાન વ્યક્તિ પધારવાની છે તેથી તેઓ પણ તેના માટે તૈયારીમાં લાગી ગયા અને ઘેર-ઘેર આસોપાલવનાં તોરણો બંધાવા લાગ્યા. વહેલી પ્રભાતે સૌ શેઠ, ગ્રામજનો તૈયારીસાથે ઢોલ-નગારાં સાથે ચાલ્યા. નાનાં- નાનાં છોકરાઓ ને આજે આ ઉત્સવ દેખવાનીઘણી બધી ઉત્સુકતા હતી અને સૌ સામૈયા સાથે ગામનાં ગુંદરે ચાલ્યા.
ત્યાં નિષ્પરિગ્રહી, શાંતિનું ઝરણું, બ્રહ્મતેજની મૂર્તિ સમ સામે પડછંદ કાયા માં ગુરુદેવઉભા હતા. જાણે તે સાક્ષાત મોક્ષ સુખનું ધામ આવા તે ગુરુદેવનો સકળશ્રી સંઘ સાથેસામૈયાનો પ્રારંભ થયો અને સૌ કોઈ ઉછળતા ભાવ સાથે ગુરુદેવશ્રી ને અક્ષત વડેવધાવીને સૌ સામૈયાં સાથે ચાલવા લાગ્યા. જીનાલય આવતા સકળશ્રી સંઘ સાથેગુરુદેવશ્રી એ પ્રભુનાં દર્શન કર્યા અને પછી ઉપાશ્રય માં પધાર્યા. ત્યાં સૌ કોઈ વંદનાદિકરીને પ્રવચન માટે સહ બેસી ગયા. ગુરુદેવશ્રી એ પ્રવચન આપી અને ધર્મથી કેમનજીક રહેવાય તે સૌને સમજી શકે તે પ્રમાણે સમજાવીને મોક્ષ માર્ગને નજીક લાવવામાટે એક અદ્ભૂત રીતે સમજણ આપી. પ્રવચન પૂર્ણ કર્યું. આશીર્વાદ ગ્રહણ કરીને સૌપોત-પોતાનાં સ્થાને ગયા.
આજે નાના છોકરાઓ પણ ગુરુદેવનાં સતત આશીર્વાદ માટે તેઓ તેમની નજીક રહ્યાહતા અને બપોર ના સમયે બધાં છોકરાઓ ગુરુદેવશ્રી પાસે રહીને તેમની સેવા આદિકરતા હતાં અને સમજણ ને પ્રાપ્ત કરતા હતાં. આ સમય ઉપર જો પૂર્વના મહાનપુણ્યથી આવેલો જીવ તેના પર સદ્દગુરુનો સંયોગ થયો એટલે તેના જીવનનો અલગરીતે જ વળાંક આવ્યો છે.
તે નાનકડો મહાસુખ જન્મમાં મહાન સુખની પ્રાપ્તિ કરવા માટે જ તેનો જન્મ થયો હોયતેમ ગુરુદેવશ્રી એ તેના જમણા હાથની રેખા દેખીને પૂછ્યું “તારે મારી જોડે આવવુંછે”?! ત્યારે તે નાના મહાસુખ બોલ્યા જેમ તમે કહેશો તેમ અને તે સમયે જ તેમનાપિતાજી એટલે રામચંદ શેઠ ત્યાં આવ્યા એટલે મહાસુખ બોલ્યા કે પિતાજી હા પાડે તોમારી તરત જ તૈયારી છે. ગુરુદેવશ્રી એ રામચંદ શેઠ તરફ જોયું અને પૂછ્યું બોલ તારોદીકરો શું કહે છે! રામચંદ શેઠ બોલ્યા કે મારી ના નથી પણ હમણા સ્કૂલ ચાલુ છે. એમ કહીને ત્યારે તે વાત ને ત્યાં રાખી દીધી. પછી બાજુના રૈયા ગામમાં પ્રભુ પ્રતિષ્ઠાઉત્સવ હતો તેથી રામચંદ શેઠ પરિવાર સાથે ત્યાં ગયા હતા અને પ્રતિષ્ઠા ઉત્સવનેનિહાળી ને પાછા ગુરુદેવ જોડે આવ્યા અને વંદન કરી આશીર્વાદ લીધા.
ગુરુદેવશ્રી એ મહાસુખ ને ફરી પાછું પૂછ્યું કે કેમ તારે મારી જોડે નથી આવવું?? ત્યારેતે નાનો બાળ મહાસુખ બોલ્યો કે હું તો તૈયાર છું પણ બસ પિતાજીને તમે કહો. ત્યારેગુરુદેવ એટલે મહાસુખ ના કાકા પૂ. સુજ્ઞાન વિજયજી મ.સા. એ મહાસુખના પિતારામચંદ શેઠ અને માતા તારા બેનને સમજાવ્યાં કે આ માનવભવ ઘણાં જ પુણ્યથીપ્રાપ્ત થયો છે માટે આ ભવમાં મને યોગ્યતા લાગે છે. તો તમે પણ આને પૂરા હૈયાથીઆશીર્વાદ આપો અને આ માર્ગ તરફ મોકલવાની માતાપિતાની સંમતિ આપો અનેમાતા-પિતા બન્નેએ ગુરુદેવશ્રીના વચનનો સ્વીકાર કરીને પોતાનો નાનકડાં એવામહાસુખ ને હૈયા થી આશીર્વાદ આપ્યા અને ગુરુદેવશ્રી ના ચરણે તેને સમર્પિત કર્યો.
મહાસુખ પણ પોતાના જીવનને ગુરુદેવશ્રી ને અર્પણ કરીને ધન્યતા માનીને તેમનાચરણોમાં રહેવા લાગ્યો. ગુરુદેવ પણ તેને જ્ઞાન, ધ્યાન, ક્રિયા માં મગ્ન બનાવીને એકપોતાના પડછાયા માફક તૈયાર કરવા લાગ્યા. કહેવાય છે કે જેમ સોની પોતાને જે પણરીતે દાગીનો તૈયાર કરવા ઘાટ ઘડવો પડે છે તે પ્રમાણે જ ગુરુ પણ શિષ્ય માટે તેપ્રમાણે કરે છે. શિષ્યને અગ્નિની અંદર તપાવીને એટલો સક્ષમ કરે છે. જેથી તેને હવેબીજા કોઈના સંયોગની ક્યારેય જરુરત નથી પડતી તેમ બાળ મહાસુખને પણ સંયમજીવન અંગે તે પ્રમાણે તૈયાર કરીને યોગ્ય લાગતા તેનાં માતા-પિતા ને જણાવ્યું કે હવેમહાસુખ સંયમ માટે યોગ્ય છે.
અને ગુરુદેવશ્રી ની વાત ઝીલીને તેઓએ પણ પરિવારનાં વડીલો સમક્ષ તે વાતનીરજૂઆત કરી અને સૌ વડીલો આનંદ ઉત્સાહ સાથે ગુરુદેવ જોડે આવીને મહાસુખ માટેદીક્ષાની તૈયારી અને મુહૂર્ત માટેની વિનંતી કરી. ગુરુદેવશ્રી એ પણ ઉત્તમ મુહૂર્ત આપ્યું. માગશર સુદ ૫, આ દિવસે તેને દીક્ષા આપવામાં આવશે. આ પ્રમાણે જાહેર થતા સૌકોઈના હૈયા ઉત્સાહ થી નાચવા લાગ્યા. અને અક્ષતોથી વધાવવા લાગ્યા. સમય જતાંદીક્ષાનો દિવસ નજીક આવતા મોટી પાવડથી સૌએ પોતાના લાડલાંને વિજયયાત્રા માટેવિજય તિલક કરીને આશીર્વાદ આપી ને દીક્ષા માટેનું પ્રસ્થાન કર્યું.
દીક્ષાનું ગામ પાટણની બાજુ માં સરિયદ ત્યાં ગુરુદેવશ્રી ની નિશ્રામાં ઉપધાન તપ ચાલીરહ્યાં હતાં અને દીક્ષા નો ઉત્સવ પણ જોડે હતો તેથી મોટી પાવડ નો શેઠ પરિવારસરિયદ મુકામે પહોંચ્યો અને બહુ જ અનેરો ઉત્સાહ હતો. વર્ષીદાન કરી ને પોતાનાઆત્માને બહુ જ પુણ્યાત્મા સમજવા પૂર્વક આનંદ થી હર્ષ-ઘેલો થયો મહાસુખ. સમયઆવ્યો દીક્ષાનો છ-કાય જીવોને અભયદાન આપવા માટે આજે તે સમર્થ બનેલો છે.અને તેના માટે કરેલી યાત્રાનોઆજે અતિ મહત્ત્વનો દિવસ છે.
ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રભુની નાણ સમક્ષ ત્રણ પ્રદક્ષિણા આપીને દીક્ષાવિધિની મંગલશરુઆત થઈ અને જયારે મહાસુખે ગુરુદેવ સમક્ષ વિનંતી કરી કે મમ મુંડાવેહ, મમપવ્વા વેહ, મમ વેષંસમ્મપેહ. આ પ્રમાણે કરેલી વિનંતી નો ગુરુદેવે સ્વીકાર કરીનેસકળશ્રી સંઘ સમક્ષ મહાસુખ ને રજોહરણનું દાન કરવા પૂર્વક રજોહરણ અર્પણ કર્યું. અને મહાસુખ ને રજોહરણ હાથમાં આવતા જ જાણે એક અદ્ભુત સુખની પ્રાપ્તિ થઈહોય તે પ્રમાણે તે રજોહરણ સાથે પ્રભુની નાણ, ગુરુ અને ચતુર્વિધ સંઘ સમક્ષ નાચવાલાગ્યો અને મનમાં આજ થી મારા તમામ પાપ કર્મોનો ભુક્કો કેમ થઈ જાય અને પ્રભુ! હું પણ તારી પાસે જ રહું તે ભાવોથી હર્ષ નૃત્ય કરવા લાગ્યો અને પછી જે વેષ સંસારનો જોઈતો નથી તે વેષનું પરિવર્તન સંપૂર્ણ જીવન માટે કરવા પૂર્વક વેષ બદલી નેસંયમનો વેષ ધારણ કર્યો. કહેવાય છે જેને વેષ બદલ્યો, નામ બદલ્યું, ગામ બદલ્યું,જીવન બદલ્યું તેવો તે અણગાર થયો તે મહાસુખ.
હવે તો તે ફક્ત ને ફક્ત દેવ-ગુરુ-ધર્મમાં સ્થિર અને સમર્પિત થવા પૂર્વક પોતાનું સંયમીનામ ગુરૂદેવશ્રી એ મુનિ સિદ્ધસેન વિજયજી એવું નામ આપ્યું. નામ પણ કેટલું મજાનુંછે. સકલશ્રી સંઘે અક્ષતથી વધાવીને તે નામ ને સૌએ જાહેર કર્યું અને બાળમુનિ પણઆજે સંપૂર્ણ સંસારના સંબંધ ને પૂર્ણ કરીને દેવ-ગુરુ-ધર્મનાં સંબંધમાં એટલે સંયમજીવનના સંબંધમાં આગળ વધવા લાગ્યા. ગુરુની સંપૂર્ણ આજ્ઞામાં રહીને પોતાનું ક્યાંયપણ નહિ વિચારતા બસ ગુરુદેવ તે જ મારા ભગવાન છે, ગુરુદેવ જે કહે તે જ મારા માટેસત્ય છે. તેમ પોતાના જીવનનો મંત્ર બનાવી ને સંયમની સાધનામાં લીન થયી ગયા. નથી હવે કોઈ સંસારી જોડે સંબંધ કે નથી હવે સંસારમાં સંબંધ એટલે કે સંયમી સાધુ.તે સાધુ જ્યારે સાધના માં લીન બને છે ત્યારે ગુરુનાં હૈયાનાં આશીર્વાદ તથા ગુરુનાંહૈયામાં તે સ્થાન પામે છે.
અને આવા તે મહાન વ્યક્તિ એટલે આજના યુગમાં જેઓ કરુણામૂર્તિ છે, સંયમમૂર્તિછે, ક્ષમામૂર્તિ છે, સકળશ્રી શ્રમણ સંઘની એકતા માટે પ્રયત્નશીલ છે, બ્રહ્મમૂર્તિ છે, તેબાળ મુનિ સિદ્ધસેન વિજયજી મ.સા. આજનાં સમયનાં ગચ્છાધિપતિશ્રી પ.પૂ.આ.ભ. શ્રી સોમસુંદર સૂરિ મ.સા. જેઓને આજે દીક્ષાને ૬૩ વર્ષ પૂર્ણ થઈને ૬૪ માં વર્ષ માંમંગલ પ્રવેશ અને બસ પ્રભુને એ જ પ્રાર્થના છે તેઓને જે તમે સકળશ્રી સંઘની એકતા માટેની શક્તિ આપી છે. તે દિવસે ને દિવસે વૃદ્ધિ ને પામે, દીર્ઘાયુ રહે. જેમ પોતે પણ દેવ-ગુરુ-ધર્મની આજ્ઞાના પગલે ચાલ્યા તે પ્રમાણે સૌને તે જ આજ્ઞા પ્રમાણે ચાલવામાંસમર્થ બને.
સૌના તારણહાર છે. ભટકેલા માનવીને સત્ય માર્ગમાં સ્થાપનારા બને તેવી મંગલકામના.
સંસારમાં ભટકેલા ને બહાર નીકાળે, સંસારમાં ભૂલેલાને માર્ગ બતાવે,
સંસારમાં ફસાયેલાને હાથ પકડે, C.A. અને L.L.B. કરતા પણ સમજ વધારે,
એવા ગુરુ "સોમ" ને વંદન હજાર . . . . .





Comments